ટંકારાના લતીપર રોડે કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃધ્ધનું મોત
મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નિપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ડેમુ ટ્રેનની અડફેટે આવી જવાથી કપાઈ જતા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના રેલવે સ્ટેશન માસ્તર મનોજકુમાર બિંદેશ્વરપ્રસાદ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રેન હેઠળ કપાયા જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે