મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો


SHARE





વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો

વાંકાનેરના દીનપરા જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં સુહાના ટ્રેડર્સ નામની દુકાનમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની ગલુ ટ્રે 7 નંગ મળી આવતા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ વેપારી સામે ગુનો નોંધીને તેને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીપરા જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં સુહાના ટ્રેડર્સ નામની દુકાન આવેલ છે અને ત્યાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી સાત નંગ ગ્લુ ટ્રેપ મળી આવતા પોલીસે 210 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને કલેકટરના જાહેરનામાના ભંગ સબબ વેપારી મકબુલભાઈ વલીમભાઈ માથકિયા (36) રહે. રાતીદવડી તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઈલ પી લીધું

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભરતભાઈ ધરોડિયા (35) નામના યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ બાબરીયા (42) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News