મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી 23 ઘેંટા ભરેલ ઇકો સાથે બે શખ્સ પકડાયા: મોરબી-રાજકોટના બે શખ્સની શોધખોળ


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી 23 ઘેંટા ભરેલ ઇકો સાથે બે શખ્સ પકડાયા: મોરબી-રાજકોટના બે શખ્સની શોધખોળ

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને રોકીને ગૌરક્ષકોએ ચેક કરી હતી ત્યારે તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર 23 જેટલા ઘેટાને રાજકોટ તરફ લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં ગૌરક્ષકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકો ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સેનેટરી વેર્સના લેબર  કવાર્ટરમાં રહેતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા (32)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજીબાવા દોસમામદભાઈ બુખારી (32) અને સાકીરભાઇ કાદરભાઈ બુખારી (30) રહે. બંને મોવિયા ગામ તાલુકો પડધરી, જાવેદભાઈ સલેમાનભાઈ ખાટકી રહે. ખાટકીવાસ મોરબી તથા ઝાકીરભાઇ ખાટકી રહે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેથી ઇકો ગાડી નંબર જીજે 3 એલઆર 5449 લઈને હાજીબાવા બુખારી તથા સાકીરભાઇ બુખારી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાં આધાર પુરાવા વગર 23 જેટલા ઘેટાને ભરીને લઈ જતા હતા જો કે, ગાડીમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી આ ઘેટાને કતલખાને લઈ જતા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને જાવેદભાઈ ખાટકીના કહેવાથી વાહનમાં ઘેટા ભરીને ઝાકીરભાઈ ખાટકીને પહોંચાડવા માટે જતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વાહન સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા હતા જો કે, બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News