મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું મોરબીના નવલખી રોડનું કામ 7 દિવસમાં શરૂ ન થાય તો આંદોલન: વિપક્ષના નેતાની ચીમકી મોરબીમાં કરવામાં આવેલ 15.98 લાખની ઠગાઇના ગુનામાં રિકવર કરવામાં આવેલ 10.50 લાખ મૂળ મલીકને પરત કરાયા મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયેલા યજમાનોને તન, મન અને ધનથી સુખ્યા થવાના મહંતસ્વામી મહારાજે આપ્યા રૂડા આશીર્વાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કરવામાં આવેલ 15.98 લાખની ઠગાઇના ગુનામાં રિકવર કરવામાં આવેલ 10.50 લાખ મૂળ મલીકને પરત કરાયા


SHARE









મોરબીમાં કરવામાં આવેલ 15.98 લાખની ઠગાઇના ગુનામાં રિકવર કરવામાં આવેલ 10.50 લાખ મૂળ મલીકને પરત કરાયા

મોરબીમાં ભંગારનો ડેલો ધરાવતા યુવાન અને તેના ભાગીદારને કોપરનો ભંગાર સસ્તામાં આપવાનું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની પાસેથી બેન્ક એકાઉન્ટમાં 15,98,720 મેળવી લેવામાં આવ્યા હતા જોકે, કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો જેથી કરીને ઠગાઈનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં 6 આરોપીઓને પકડીને તેની પાસેથી 10.50 લાખ રૂપિયાની રિકવરી કરી હતી અને કોર્ટના આદેશ બાદ આ રકમને મોરબીના એસપીના હસ્તે મૂળ મલીકને પરત આપવામાં આવેલ છે.

મોરબીના મહેન્દ્રનગર પાસે આઈટીઆઈની બાજુમાં આવેલ તુલસી પાર્કમાં રહેતા હરિલાલ વિરુજી ગુર્જર (42)એ થોડા સમય પહેલા મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક, ઇરફાનભાઇ, કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર 9050354347 ના ધારક તેમજ ઈમ્તિયાઝભાઈ, મયુરભાઈ અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે મહેન્દ્રનગર ગામ પાસે ફરિયાદીનો ભાગીદારીમાં ભંગારનો ડેલો આવેલ છે અને ત્યા તેઓ ભંગારની લે વેચ કરે છે જો કે, આરોપીઓએ એકબીજા સાથે મળીને કાવતરું કર્યું હતું અને આરોપી નિતેશભાઇ તથા ઇરફાનભાઇએ અન્ય આરોપીઓના એજન્ટ બનીને ફરિયાદી તથા સાહેદ અંકિતભાઈને કોપરનો ભંગાર સસ્તામાં વેચાણ આપવા માટે વિશ્વાસમાં લીધેલા હતા અને ફરિયાદી અને સાહેદ પાસેથી કુલ 15,98,720 રૂપિયા કોપરનો ભંગાર આપવા માટે મેળવી લીધા હતા

ત્યારબાદ કોપરનો ભંગાર આપ્યો ન હતો અને યુવાન તેમજ તેના ભાગીદારની સાથે ઠગાઈ કરી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમે આ ગુનામાં કુલ મળીને 6 આરોપીને પકડી લીધા હતા અને તેની પાસેથી 10.50 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી અને કોર્ટના હુકમ બાદ આ રકમને મોરબીના એસપી મુકેશ પટેલના હસ્તે મૂળ મલીકને એસપી કચેરી ખાતે બોલાવીને પરત આપવામાં આવેલ છે. ત્યારે ડીવાયએસપી વિરલ દલવાડી અને પીઆઇ આર.ટી.વ્યાસ પણ ત્યાં હાજર રહ્યા હતા.




Latest News