મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન


SHARE





મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન

મોરબી ખાતે ગ્રાન્ટેડ શાળાઓની મોરબી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ સાથે સંકળાયેલા વિવિધ શિક્ષક અને કર્મચારી સંગઠનોના રાજ્યના અગ્રણીઓ તથા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આદેશકુમાર મહેતા, નારણભાઈ વીરડા, લયલેશભાઈ પરમાર, સંજયભાઈ પંડ્યા તથા સુરેશભાઈ સરસાવાડિયાએ તજજ્ઞ વક્તા તરીકે માર્ગદર્શન આપતાં સંગઠનનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન, વ્યક્તિ વિકાસમાં સંગઠનની ભૂમિકા, નવી શિક્ષણ નીતિ તથા શિક્ષણ ક્ષેત્રે સંગઠનની આવશ્યકતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે સંચાલક મંડળના ડૉ.અનિલભાઈ મહેતા તથા ભાણજીભાઈ આદ્રોજાએ શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકતા સાથે કાર્ય કરવાની હાકલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સમિતિના પ્રમુખ સંજીવભાઈ જાવિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડિયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.કાર્યક્રમનું સંચાલન મુસ્તાકભાઈ ભોરિયાએ કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બાબુલાલ હુંબલ, વિશાલભાઈ ગોધાણી, રાઘવભાઈ સંઘાણી, ભાવેશભાઈ, કામરિયા, ઉષાબેન સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે સંગઠનની એકતા, શિક્ષણસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.




Latest News