હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ


SHARE







મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ

ગ્લોબલ વોર્મિંગની આગ આજે યુરોપથી અમેરિકા સુધી સૌને દઝાડી રહી છે.ધરતી માતા તરફડી રહી છે, શ્વાસ માટે વૃક્ષોને પોકારી રહી છે. ત્યારે સરકારથી લઈને સેવાભાવી સંસ્થાઓ સુધી સૌએ એક જ સૂર પોકારીયો છે."ધરતીને ફરી હરિયાળી બનાવો."આ રાષ્ટ્રીય યજ્ઞમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે પણ પોતાનો ભાગ ભજવ્યો છે. સેવા, સંસ્કાર અને સંવર્ધનને સાથે લઈને છેલ્લા ૨૦ વર્ષથી મોરબી અને આસપાસના વિસ્તારમાં અવિરત વૃક્ષારોપણ અને જતનનું પવિત્ર કાર્ય કરી રહ્યું છે.

માનસરમાં મહાયજ્ઞ: ૨૦ વીઘામાં ૧૦૦૦ વૃક્ષોનો સંકલ્પ

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા મોરબી તાલુકાના માનસર ગામે એક ઐતિહાસિક વૃક્ષારોપણ અભિયાનનો શંખનાદ કરવામાં આવ્યો હતો.સમસ્ત ગ્રામજનોના સહકાર, દાતાઓની ઉદાર આર્થિક સહાય અને પર્યાવરણ પ્રેમીઓના માર્ગદર્શન સાથે અંદાજે ૨૦ વીઘાની વિશાળ જમીનમાં કુલ ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને આ મહા અભિયાન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું.

વૈવિધ્યપૂર્ણ વનનો સંકલ્પ

માત્ર સંખ્યા નહીં, ગુણવત્તા પણ એટલી જ મહત્વની.એટલે જ વૃક્ષોની પસંદગી ખૂબ વિચારપૂર્વક કરવામાં આવેલ હતી. છાયા આપતા ઘટાદાર વૃક્ષો, ફળ-ફળાદિ આપતા વૃક્ષો, અને આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા ઔષધીય વૃક્ષો.  

ધ્યેય એક જ સર્વ ઉપયોગી, સર્વ સ્પર્શી એવા વૈવિધ્યપૂર્ણ વનનું સર્જન કરાશે.આ યજ્ઞને સફળ બનાવવા માટે માનસરના યુવાનોએ, સમાજના આગેવાનોએ, ઉદ્યોગપતિઓએ, પર્યાવરણ પ્રેમી સેવાભાવીઓએ અને ગાયત્રી પરિવારના પરિજનોએ તન-મન-ધનથી જહેમત ઉઠાવી હતી.તેમજ મોરબી, રાજકોટ, જોધપર, ધુનડા અને ટંકારાથી આવેલા સેવાભાવી કાર્યકરોએ શ્રમદાન આપીને આ કાર્યને ઉત્સવ બનાવી દીધું હતુ.

ગાયત્રી પરિવારની ૨૦ વર્ષની તપસ્યા

નોંધનીય છે કે ગાયત્રી પરિવારનું આ પહેલું પગલું નથી. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ સતત વૃક્ષ વાવે છે અને ઉછેરે છે. થોડા દિવસ પહેલા આ વર્ષે ૧૨૦૦ કેસર કેરીના કલમી રોપાનું મફત વિતરણ કરીને ખેડૂતો અને ગ્રામજનોને પ્રકૃતિ સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.માનસરની આ ધરા હવે માત્ર માટી નહીં, આવનારા સમયનું "હરિત ભવિષ્ય" બની રહેશે.મોરબી ગાયત્રી પરિવારનો સંદેશ છે કે એક વૃક્ષ વાવો, એક જીવન બચાવો. પર્યાવરણ બચાવો, તો જ પેઢી બચશે.

મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ

પર્યાવરણનું જતન કરવા અને મોરબીને વધુ હરિયાળું બનાવવાના ઉમદા હેતુથી મોરબી શહેરમાં ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મયુર નેચર ક્લબ, વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ચોમાસાની ઋતુમાં એકાદ બે વરસાદ બાદ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન થતું હોય છે.આ ફ્રી રોપા વિતરણ કેન્દ્ર ઉપર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ૐપર્યાવરણ પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ઉમટી પડીને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા પોતાના ઘર કે આસપાસ વાવવા માટે મેળવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને ઘરઆંગણે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી અને ખાટી આંબલી સહિતના જુદા-જુદા ૧૫૦૦ રોપાઓનું વિતરણ માત્ર એક કલાકમાં થયું હતું.રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુર નેચર ક્લબના પ્રમુખ એમ.જે.મારૂતિ, વન વિભાગના અનિલ એરવાડીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News