વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે બોલેરો કારના ચાલકે હડફેટે બે યુવાનોને હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા


SHARE













ટંકારાના હરીપર પાસે બોલેરો કારના ચાલકે હડફેટે બે યુવાનોને હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા

ટંકારા રાજકોટ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ પાસે બે યુવાનોને બોલેરો કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને એક યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને અજાણી બોલેરો કારના ચાલકની સામે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મીલની સામેના ભાગમાં રહેતા મુન્નાભાઈ રામશંકર દૂબે જાતે બ્રાહ્મણએ અજાણી મહેન્દ્રા બોલેરો પીકપ સફેદ કલરની ઠાઠા વાળી કારના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટંકારા રાજકોટ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં આરોપી પોતાની કાર બેફીકરાઈથી ચલાવીને નીકળ્યો હતો અને તેને તેઓને તેમજ તેની સાથે કામ કરતાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે રહેતા રાકેશકુમાર ભુરજીભાઈ ડોડીયાર (ઉમર ૨૫)ને હડફેટે લીધા હતા જેથી રાકેશકુમાર ભુરજીભાઈ ડોડીયારને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મુન્નાભાઈ રામશંકરની ટંકારા તાલુકા પોલીસે ફરિયાદ લઈને બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News