મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE





વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બ્રિજ નજીકથી અજાણ્યા 35 વર્ષના યુવાનને મૃત હાલતમાં 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે ઢુવા ચોકડી નજીક આવેલ વિકાસ હોટલના બીજા માળ ઉપરથી યુવાન અકસ્માતે નીચે ટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થતાં તે યુવાનનું મોત નીપજયું હતુ આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ઢુવા ગામ પાસે નેશનલ હાઈવે રોડના બ્રિજ નજીકથી અજાણ્યા 35 વર્ષના યુવાનને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા તથા તેના વાલી વારસને શોધવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે જયારે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ ઉપર આવેલ વિકાસ હોટલની બાજુમાં આવેલ ખોડીયાર રેસ્ટોરન્ટના પહેલા માળે રૂમ નંબર 2 માં રહેતો મનીષ સુંદરલાલ મહેરા (30) નામનો યુવાન કોઈપણ કારણોસર વિકાસ હોટલના બીજા માળેથી અકસ્માતે નીચે ભોંય તળિયે પડયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News