મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ


SHARE





વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

વાકાનેરમાં જકાતનાકા પાસેથી રોંગ સાઈડમાં ડબલ સવારી એકટીવા જઈ રહ્યું હતું જેને ટ્રાફિક શાખાના હેડ કોસ્ટેબલ દ્વારા રોંગ સાઈડમાં જવાની ના પાડી હતી જે બાબતનો ખા રાખીને ડબલ સવારી એક્ટિવા લઈને બંને શખ્સો પોલીસ ચોકી પાસે આવ્યા હતા અને ત્યાં હેડ કોન્સ્ટેબલને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી હેડ કોન્સ્ટેબલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારીએ હાલમાં એકટીવા નંબર જીજે 23 ઇએલ 7 ના ચાલક તથા સતુભા ઝાલા રહે. બને વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે રોડ ઉપર તેઓ તથા અન્ય પોલીસ કર્મચારી ટ્રાફિકની ફરજ ઉપર હતા ત્યારે આરોપીને રોંગ સાઈડમાં તેનું ડબલ સવારી એક્ટિવા લઈને જવાની ના પડી હતી જેથી આરોપીઓ ફરિયાદી પાસે પોલીસ ચોકીએ આવ્યા હતા અને ત્યાં એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલા સતુભા ઝાલાએ ફરિયાદીને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસ હેડ કોન્સ્ટેબલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદમાંથી બાઈકની ચોરી

હળવદના પાંડાતીર્થ ગામે રહેતા પ્રવીણભાઈ રતુભાઈ જીંજવાડિયા (42)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓએ હળવદની બજારમાં આવેલ ભવાની મેડિકલ સામે ફોન વાલા મોબાઇલ દુકાન પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 બીએ 4906 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News