મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો

મોરબીની અગ્રણી શિક્ષણ સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં મનોરંજન સાથે કૌતુક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તેવા હેતુથી જાદુગર આવેલા હતા. જેમાં સુપ્રસિદ્ધ જાદુગર રાજકુમારે ઉપસ્થિત રહીને પોતાના અદ્ભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવા જાદુના પ્રયોગો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જાદુગર રાજકુમારે પોતાની અવનવી હાથચાલાકી, નજરબંધી અને મનોરંજક જાદુઈ ખેલ રજૂ કરીને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળપણથી જ જિજ્ઞાસુ રહેલા વિદ્યાર્થીઓ માટે આ શો માત્ર મનોરંજન જ નહીં પરંતુ આશ્ચર્ય અને આનંદથી ભરપૂર રહ્યો હતો. જાદુગરે પોતાના ખેલ થકી એ પણ સંદેશ આપ્યો હતો કે જાદુ એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક વિજ્ઞાન, ગણિત અને હાથચાલાકીની કળા છે.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માનસિક તાજગી માટે સમયાંતરે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જાદુગર રાજકુમારના આ પ્રયાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ તથા સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News