મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


SHARE









મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે-મિલાદુન્નબીના પાવન પર્વની બુધવારે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના વિવિધ વિસ્તારોમાંથી ઝુલૂસ નીકળ્યા હતા.

ઈદે-મિલાદના પર્વને લઈને મંગળવારની રાત્રે મોટી રાત નિમિત્તે વિવિધ મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઈસ્લામિક કેલેન્ડરના રબી-ઉલ-અવ્વલ માસની ૧૨મી તારીખે ઉજવાતા આ પવિત્ર પર્વ નિમિત્તે મસ્જિદોમાં મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. સલામી બાદ પયગંબર હઝરત મહંમદ સાહેબના પવિત્ર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યાઝનું આયોજન કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પ્રસાદરૂપે તકસીમ કરવામાં આવ્યો હતો. તેમજ પયગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવવામાં આવ્યા હતા.


મોરબી શહેરમાં બપોરના સમયે જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલૂસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અને ઈદે-મિલાદના પવિત્ર પર્વની ખુશીમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા એકબીજાને મીઠાઈ વહેંચી મુબારકબાદી પાઠવવામાં આવી હતી. મોરબી શહેરના મકરાણીવાસ, કુલીનગર, જોન્સનગર, કાલિકા પ્લોટ, સિપાઈવાસ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં છેલ્લા ૧૨ દિવસથી ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી હતી. આ દરમિયાન આલિમો દ્વારા વાઈઝ અને ધાર્મિક બયાનો કરવામાં આવ્યા હતા. ઈદે-મિલાદના દિવસે આ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.




Latest News