મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ


SHARE





મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ

મોરબી  જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. નિરાધાર, અનાથ તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાં રહેલા બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારની આર્થિક સહાય, શિક્ષણ, આરોગ્ય, પોષણ અને આશ્રયની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૪૩૭ અનાથ બાળકોને માસિક ૩,૦૦૦ રૂપિયાની સહાય તેમના સંભાળ તથા શૈક્ષણિક ખર્ચ માટે આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા પૈકી કોઈ એકને ગુમાવનાર ૪૩૩ બાળકોને માસિક ૨,૦૦૦ રૂપિયાની સહાય તેમના અભ્યાસ માટે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી આપવામાં આવી રહી છે. તેમજ સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કર્યા બાદ ૪૬ બાળકોને માસિક ૩,૦૦૦ રૂપિયાની સહાય તેમના શિક્ષણ અને સંભાળ માટે આપવામાં આવે છે. ખાસ કરીને એચ.આઈ.વી. પોઝિટિવ બીમારીથી અસરગ્રસ્ત બાળકો અથવા તેમના માતા-પિતા પૈકી કોઈ એક અસરગ્રસ્ત હોય તેવા ૬૪ બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

આ ઉપરાંત સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા ૧૩૩ બાળકોને સંસ્થાકીય આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની જરૂરી સેવાઓ સાથે ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં આવે છે. પાલક માતા-પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત સરળ બને તે હેતુથી લગ્ન સહાય પેટે બે લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૨ દીકરીઓને કુલ ૨૪ લાખની સહાય આપવામાં આવી છે. આમ, મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી તેમના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સંવેદનશીલ અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.




Latest News