માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ
મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ
SHARE
મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં યોજાતી ગરબીઓમા જઈને ત્યાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. અને જુદીજુદી ગરબીઓમાં મળીને ૨૦૦ જેટલી કન્યાઓને તિલક કરી, પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા સાથે સાથે કન્યાઓને ભેટ સ્વરૂપે લ્હાણી પણ આપવા આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે આદરભાવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સેવા વસ્તીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે યોજાયેલા આ કન્યા પૂજન કાર્યક્રમથી ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા સમાજમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક સમરસતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રી પર્વ દરમિયાન કરવામાં આવેલું આ કન્યા પૂજન પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતું એક સુંદર આયોજન બની રહ્યું હતું.