મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ
SHARE
માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ
માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટ પરિવાર દ્વારા નવરાત્રિ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના મધ્યમથી દર વર્ષે ગરબીમાં ભાગ લેનાર બાળાઓને લ્હાણી આપવામાં આવે છે તે ઉપરાંત આ સંસ્થા દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેવ સોલ્ટના મીઠાના કારખાનાની આસપાસનાં વિવિધ ગામોમાં જયાં ગરબી કરવામાં આવે છે ત્યાં ગરબાની રમઝટ બોલાવતી બાળાઓ અને યુવતીઓને બિરદાવતા સંસ્થા દ્વારા 1,500થી વધુ ભેટસોગાદો આપવામાં આવી છે. આ ભેટ વિતરણ સમારોહમાં કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટની સાથે ભૂપતસિંહ જાડેજા, ડૉ. દિવ્યમ ધોકિયા, અનાદરામ, રમજાનભાઈ જેડા, સમત સાવસેતા, અમિત સાવસેતા તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.