મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા


SHARE





મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા

મોરબીમાં મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે મોરબીના રાજવી પરિવારના આર્થિક સહયોગથી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને સાથે રહીને આજે સ્વ. મહારાજા કુમારી હર્ષદદેવી ઓફ મોરબી ની સ્મૃતિમાં ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હવે ડાયાલિસિસના દર્દીઓ માટે કુલ 14 મશીન મયુર હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે અગાઉ મોરબીના સિમ્પોલો પરિવારના સહયોગથી કિડની ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે છ મશીન મૂકવામાં આવ્યા હતા જોકે, છ મશીનને ત્રણ સ્વિફ્ટમાં ચાલુ રાખવામાં આવે છે તેમ છતાં પણ ડાયલિસિસના દર્દીઓની સંખ્યા વધુ હોવાના કારણે મોરબી રાજવી પરિવાર દ્વારા મયુર હોસ્પિટલ ખાતે વધુ આઠ ડાયાલિસિસ મશીન મુકવા માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી સ્વ. મહારાજા કુમારી હર્ષદદેવી ઓફ મોરબી ની સ્મૃતિમાં સમર્પિત ડાયાલિસિસ સેન્ટરનો આજે વાંકાનેરના મહારાજા તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે મહારાજા કુમારી રૂક્ષ્મણીદેવી ઓફ મોરબી તથા ઉમાદેવી ઓફ મોરબી તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રને સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે ખાસ કરીને મોરબીના રાજવી પરિવાર દ્વારા મચ્છુ જળ હોનારત, ભૂકંપ, જુલતો પુલ તૂટવાની ઘટના વગેરે જેવી કુદરતી આફતોમાં મોરબીના લોકોને પોતાનો પરિવાર સમજીને હરહંમેશ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને મોરબીના રાજવી પરિવાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન આપવામાં આવ્યું છે તેની મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના તમામ આગેવાનો દ્વારા નોંધ લેવામાં આવી હતી અને આગામી દિવસોમાં અહીં એક જ જગ્યા ઉપર એકી સાથે 14 ડાયાલિસિસ મશીન કાર્યરત રહેશે અને ડાયાલિસિસના દર્દીઓને ત્યાં સારવારનો લાભ મળશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી રાજવી પરિવાર, મયુર ફાઉન્ડેશનના સંચાલકો તેમજ સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત કિડની હોસ્પિટલના તમામ હોદ્દેદારો અને ડોક્ટર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News