મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત


SHARE





મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત

મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝાડની ડાળી સાથે દોરી બાંધીને યુવાને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના ચક્મપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને પોતે પોતાની જાતે કોઈપણ કારણસર ગળાફસો ખાઈને આપઘાત કર્યો છે અને મોરબીના તળાવીયા સનાળા ગામે રહેતી મહિલાને ઇલેક્ટ્રીક શોટ લગતા તેનું મોત નીપજયું હતું જે ત્રણેય બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજ ખાતે રહેતા મનોજભાઈ નૈનેભાઈ થાપા (40) નામના મૂળ નેપાળી યુવાને મોરબીના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝાડની ડાળી સાથે દોરી બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા વિજયભાઈ સોમાભાઈ નાયક (20) નામના યુવાન કોઈપણ કારણોસર લક્ષ્મણભાઈ ભૂદરભાઈની વાડીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને અવાયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા કંચનબેન સંજયભાઈ કગથરા (40) નામના મહિલાને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી હતી 




Latest News