મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો


SHARE







હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો

રાજકોટના વેપારીએ હળવદમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી જે કારનો કાચ તોડીને તસ્કર દ્વારા રોકડા રૂપિયા 1,10,000 ભરેલ પર્સની ચોરી કરવામાં આવેલ હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ હવે આ બનાવ સંદર્ભે વેપારીની ફરિયાદ લઈને પોલીસ અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
 
રાજકોટના રહેવાસી ભરતસિંહ ચૌહાણ એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમને જંતુનાશક દવાનો વેપાર છે જેથી તેઓ અવારનવાર દવાના ઓર્ડર લેવા માટે હળવદમાં આવતા હોય છે તેવી જ રીતે ગુરુવારે તેઓએ સવારે 11:30 વાગ્યે હળવદમાં આવ્યા હતા અને તેઓ દવાના વેપારીઓ પાસે ઓર્ડર લેવા માટે ગયા હતા ત્યારે તેઓએ કાર નંબર જીજે 3 જેએલ 6052 ને ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી અને વેપારીની દુકાનમાં તેઓ બેઠા હતા દરમિયાન ગણતરીની મિનિટોમાં તસ્કરે તેની કારનો ડ્રાઈવરની ખાલી સાઇડનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ કારમાં શિટની નીચેના ભાગમાં રોકડા રૂપિયા ભરેલ પર્સ મૂક્યું હતું તેની ચોરી કરવામાં આવી છે આ પર્સમાં રોકડા 1.10 લાખ રૂપિયા ભરેલા હતા હાલમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે અજાણ્યા શખ્સને સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News