મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દુકાને ઉધારમાં માલ લેવા આવેલા શખ્સને ઉધારમાં માલ આપવાની દુકાનદારે ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે દુકાનદાર અને તેના પત્નીને ગાળો આપી હતી અને તેઓની સાથે જપાજપી કરીને ફ્રિજમાં પથ્થરનો ઘા મારીને નુકસાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક ખાતે રહેતા જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી (64)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રાયધનભાઇ છુછીયા રહે. મીરા પાર્ક શેરી નં. 3 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક પાસે તેઓની દુકાન આવેલી છે અને ત્યાં આરોપી ઉધારમાં વસ્તુ માંગતો હતો જેથી ફરિયાદીએ ઉધારમાં વસ્તુ આપવાની તેને ના પાડી હતી જે બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી તથા તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જપજપી કરી હતી તેમજ દુકાનના ફ્રીજમાં પથ્થર મારીને નુકસાન કર્યું હતું આટલું જ નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News