મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને તેની માતાએ કામ માટે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા સગીરાએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી નીચે ઝંપલાવ્યુ હતું જેથી તેને ગંભીર ઈજા થઈ હોય સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે હળવદના રણજીતગઢ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની પાંચ વર્ષની દીકરી સુતી હતી તેને પગમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે એન.ટી.સ્ટુડિયોની પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં ધર્મેન્દ્રભાઈના ફ્લેટ નંબર 105 માં રહેતા રામનરેશ રામરાજ વર્માની 15 વર્ષની દીકરી ખુશીએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી ગંભીર ઇજા થવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનુ મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાને ઘરકામ બાબતે તેની માતાએ ઠપકો આપ્યો હતો અને તે બાબતે તેને લાગી આવતા સગીરાએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી પડતું મૂક્યું હતું જેથી ગંભીર ઇજા પામેલ સગીરાનુંનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાંતિભાઈ લાલજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વનકરભાઈ મકનાભાઇ વાસ્કેલ ની પાંચ વર્ષની દીકરી રોશની ત્યાં વાડીએ સુતી હતી ત્યારે તેને ડાબા પગના પોચાના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી આ બાળકીને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે