ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત
મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
SHARE
મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
મોરબીના વાઘપરામાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ નિસરણી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેઓને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના રવાપર ગામ નજીક આવેલ ખાનગી શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડતાં સગીરા વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું હતું
મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અને કલર કામ કરતા અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી (65) નામના વૃદ્ધ મોરબીના વાઘપરા વિસ્તારની અંદર મનસુખભાઈના ઘરે કલર કામ કરી રહ્યા હતા ત્યારે નિસરણી ઉપરથી નીચે પડી જવાના કારણે તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પહેલા મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે વૃદ્ધનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી મૂળ સાયલા તાલુકાના ખીટલા ગામની રહેવાસી રાજલ રાજાભાઈ ઝાપડિયા (9) નામની વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના બેડ ઉપર બેઠા બેઠા નીચે પડી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.