મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો
SHARE
ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાકક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા.૧૧-૧૦-૨૦૨૬ થી તા.૧૯-૧૦-૨૦૨૬ તેમજ તા.૨૭-૧૧-૨૦૨૬ થી તા.૦૬-૧૨-૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. આ સ્પર્ધાઓનો રમતવાર વિગતવાર કાર્યક્રમ, તારીખ તથા સ્થળની માહિતીખેલમહાકુંભનીવેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace પરથી મેળવી શકાશે.
મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી તથા મોરબી જિલ્લા રમતગમત અધિકારી દ્વારા મોરબી જિલ્લાની શહેર અને ગ્રામ્યની તમામ શાળા અને કૉલેજના આચાર્યને શાળાના સંબંધિત રમતગમત શિક્ષકો તથા નોંધાયેલા ખેલાડીઓને કાર્યક્રમની જાણ કરી, નિર્ધારિત તારીખે અને સ્થળે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી માર્ગદર્શન આપવા જણાવ્યું છે તથા કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લેવાથી વંચિત ન રહી જાય તે માટે આ બાબતે ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. આ સ્પર્ધાના કાર્યક્રમમાં સુધારો થાય તો સુધારેલ કાર્યક્રમ ઉપરોક્ત વેબસાઇટ પર અપડેટ કરવામાં આવે છે. તેથી સ્પર્ધામાં ભાગ લેવા જતાં પહેલાં સંબંધિત રમતના કન્વીનરનો સંપર્ક કરીને અથવા વેબસાઇટ પર કાર્યક્રમ ચકાસીને તારીખ તથા સ્થળની ખાતરી કરવા મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી તથા મોરબી જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.