મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ


SHARE











મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૬ ની મુખ્ય થીમ ''End child marriage and invest in girl's right' ને સાર્થક કરતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

 દીકરીઓને કારકિર્દી માર્ગદર્શન આપતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, “આજની દીકરીઓ વિજ્ઞાન, રમતગમત અને વહીવટી સેવાઓ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય આયોજન, સતત મહેનત, વર્તમાન પ્રવાહોની જાણકારી અને દૃઢ આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે.” ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદેશ્ય સાથે કલેક્ટરએ ધોરણ ૧૨ પૂર્ણ કર્યા બાદ કોઈ કારણોસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજી સીધો સંવાદ કર્યો હતો. તેમણે દીકરીઓની મુશ્કેલીઓ જાણી, શિક્ષણને આત્મનિર્ભરતાનો મજબૂત આધાર ગણાવીને તેમને ફરીથી ઉચ્ચ અભ્યાસ શરૂ કરી પોતાના સપનાઓ સાકાર કરવા ભાવનાત્મક પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે સરકારી હોસ્પિટલમાં જન્મેલી નવજાત દીકરીઓને ગૌરવભેર આવકારવા 'દીકરી વધામણા કીટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલી તેજસ્વી દીકરીઓને 'એજ્યુકેશન કીટ' આપી સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ દીકરીઓના અધિકારો, શિક્ષણનું મહત્વ અને આત્મનિર્ભરતા વિષય પર પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કલેક્ટર તથા જેમહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિત ઉપસ્થિત સૌએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે બાળલગ્ન અટકાવી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ અને શિક્ષણની સમાન તકો પૂરી પાડવા સમાજને આહ્વાન કરવામાં આવ્યું હતું.




Latest News