મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો
મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
SHARE
મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
મોરબી નજીક પંચાસર રોડ શિવ હોટેલ પાસેથી મોરબી ઈરીગેશન વિભાગમાં નોકરી કરતા મહેશભાઈ પ્રભુભાઈ સરડવા (પટેલ) જતાં હતા ત્યારે તેઓના બાઇકને સી.એન.જી રીક્ષાના ચાલકે હડફેટે લેતા તેઓનું મોત નીપજયું હતું જેથી કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે ૪૨ લાખનું વળતર મૃતકના પરિવારજનોને આપવા માટેનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ગત તા.૨૭/૦૨/૨૦૨૬ ના રોજ બગથળા ગામે રહેતા મહેશભાઈ પ્રભુભાઈ સરડવા કે જેઓ પોતાનું બાઇક લઈને મોરબી નજીક પંચાસર રોડ શિવ હોટેલ પાસેથી જતાં હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩૬ ડબ્લ્યુ ૪૬૮૩ નો ચાલક બેફામ સ્પીડમાં બેદરકારીપૂર્વક ચલાવીને આવ્યો હતો અને તેને મહેશભાઈ સરડવાના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં મહેશભાઈ સરડવાનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને તેઓના વારસદારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી હોય મૃત્યુ બદલ વળતર મેળવવા રાજકોટની કોર્ટમાં કલેઈમ દાખલ કર્યો હતો. અને મૃત્યુ પામેલ મહેશભાઈ સરડવા મોરબી ઈરીગેશન વિભાગમાં નોકરી કરતા હોય તેમનો માસિક પગાર ૫૫,૦૦૦ રૂપિયા હતો. અને ઘરમાં કમાવવા વાળાએ એક જ વ્યક્તિ હતા જેથી વળતર મેળવવા મોરબીના યુવા વકીલ યોગેશ આર. પારેજીયાનો મૃતકના પરિવારે સંપર્ક કર્યો હતો અને રાજકોટ ખાતે કલેઈમ કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં વકીલે મૃત્યુ પામેલ મહેશભાઇની આવકના તમામ પેપર્સ તથા મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી જરૂરી પેપર્સ મેળવી ઉપરોક્ત રીક્ષાની વીમા કંપની ટાટા એ.આઈ.જી.માં જઈ અને આવક તથા વારસદારો બાબતે રજૂઆત કરી હતી અને કોર્ટમાં ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે ૭ માસના ગાળામા રૂપિયા ૪૨ લાખનું વળતર રાજકોટના ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સાહેબ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. અને વીમા કંપનીને હુકમ કરતા તાકીદે રકમ જમા કરાવેલ છે. આ કેસમાં વારસદારોના વકીલ તરીકે યોગેશભાઈ આર.પારેજીયા રોકાયેલા હતા.