મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં
સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં ટ્રકના ચાલકે આગળ જતી બોલેરોની પાછળ ટ્રક અથડાવતા બોલેરોમાં પાછળના ભાગે બેઠેલા અને રસોડા કામ માટે જઈ રહેલા મધુબેન દિનેશભાઈ બજાણીયા વાણંદ (50) રહે. પંચાસર મોરબીને ઈજાઓ થતા અહીંની સીવીલે લાવવામાં આવ્યા હતા.
જયારે લાલપર ગામે સીરામીક પ્લાઝા ખાતે ઉંદર મારવાની દવા પી ગયેલા ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ (41) રહે. ઉમા રેસીડન્સી ઘુંટુ રોડ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. જેની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ. ગરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
બાઈક સ્લીપ
બરવાળા ગામ નજીક બાઈક સ્લીપ થતા ઈજા પામેલ જયદીપસિંહ જેઠુભા જાડેજા (35) રહે. પીપળીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા (મીં)ના વેજલપર ગામે સહદેવસિંહની વાડીએ સાપ કરડી જતા મુન્નીબેન ભીમસિંગ (50) નામના મહિલાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
ટંકારા ખાતે રહેતો અશ્ર્વિન કરશનભાઈ સોલંકી (33) નામના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા પ્રથમ ટંકારા અને બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
વાંકાનેર રાતીદેવડી ગામે રહેતા જીવણ મુકેશભાઈ વિકાણી નામના 16 વર્ષના સગીરને હળવદની સરા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા ઈજા પામેલ વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેમચ ચરાડવાથી આગળ હળવદ હાઈવે ઉપર બાઈકને પાછળથી ઈકો/ બોલેરો જેવા વાહનના ચાલકે ટકકર મારી હતી. આ બનાવમાં નિલેશભાઈ રાજેશભાઈ સોલંકી (24) રહે. જીવરાજપાર્ક નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસેને ઈજાઓ થતા પ્રથમ ચરાડવા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.
સાપ કરડી ગયો
વાંકાનેરના ઢુવા ખાતે વહેલી સવારે સાપ કરડી જતા કમળાબેન સન્નીભાઈ દાસ (24) નામની મહિલાને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી. જયારે નવલખી ખાતે સાપ કરડી જતા હાજીભાઈ ઉસ્માનભાઈ ટાંક (25) નામના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવેલ હતો. જયારે વાવડી રોડ વિષ્ણુનગર પાસે થયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલ શ્યામ કમલેશભાઈ ચૌહાણ (25) રહે.શ્રદ્ધાપાર્ક નવલખી રોડને સારવાર માટે ખસેડાયો હતો.
મારામારી
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શિવમ હોસ્પિટલ નજીક રોડ ઉપર ઉભેલા દિનેશભાઈ રાણાભાઈ સોલંકી (27) રહે.જાંબુડીયા મોરબીને કોઈએ લાફો મારતા તેને સિવિલે લઈ જવામાં આવ્યો હતો તેમજ ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીક પાસે રહેતી રેખાબેન વિષ્ણુભાઈ ખજુડીયા (40) નામની મહિલાને અજાણી મહિલાએ માર મારતા રેખાબેનને સિવિલે ખસેડાયા હતા.તેમજ કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતા કમલેશભાઈ પટેલીયા (19)ને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો તેમજ વેણાસર માળીયા (મીં) ખાતે સાપ કરડી જતા હુશેન હનીફભાઈ જામ (14)ને સારવારમાં ખસેડાયો હતો