​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા મોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત


SHARE







મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર અને રેકોર્ડ બૂકની નોંધ અને વિગતો અંગે ચકાસણી કરી હતી.  અને પોલીસ સ્ટેશનની દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ, ઇન્વેસ્ટિગેશન રૂમ, મુદામાલ રૂમ, સાંત્વના રૂમ, કમ્પ્યુટર રૂમ, ક્રાઈમ ઓફિસ અને વાયરલેસ રૂમની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ ત્યાનાં રહીશો સાથે સંવાદ કર્યો હતો અને સ્વચ્છતા અંગે સમીક્ષા કરી હતી.




Latest News