મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા મોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર


SHARE







મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવશે અને આવતીકાલે મોરબીના સનાળા રાજપર રોડ ઉપર મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના હાજર રહેશે અને સભા ગજાવશે આ તકે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.

ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળવા, ખેડૂતોને વીજપોલમાં જતી તેઓની જમીનનું પૂરતું વળતર ન મળવું આ રીતે અનેક પ્રકારની હાલાકી તો પડી રહી છે ત્યારે ભાજપ સરકાર કે જે વર્ષ 2022 માં ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો કરતી હતી તેણે આજે ખેડૂતોને નોધારા કરી નાખ્યા છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે તેવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે તા. 22 ના રોજ સાંજે 4 કલાકે મોરબીના સનાળા - રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી તેમજ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ (પાટણ ધારાસભ્ય) , લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ તેમજ ગુજરાત ભરના તમામ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ના તમામ જિલ્લાના પ્રમુખ સહિત ગુજરાતભરના તમામ કોંગ્રેસ આગેવાનો આવવાના છે




Latest News