​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા મોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણના હેતુથી આજે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અન્વયે વાંકાનેરનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે અને માળિયાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમો દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને અરજીઓના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ થાય તથા સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મોરબી મામલતદાર, ટંકારા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ટંકારા મામલતદાર અને હળવદ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ હળવદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતા.




Latest News