મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત


SHARE







મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત

મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વોર્ડમાં વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને સુવિધાસભર માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના કામ હાલમાં ચાલી રહ્યા છે તેવામાં મોરબીના વોર્ડ નંબર ૧૦ માં વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે તેની મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ફાયર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ સવસાણી, બાંધકામ સમિતિના ચેરમેન રવિભાઈ સનાવડા, સ્થાનિક કોર્પોરેટર ગણેશભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને વેસ્ટ ઝોન કચેરી, શકત શનાળા પાસે બની રહેલા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને અધિકારીઓની સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા વોર્ડ નં. ૧૦માં ચાલી રહેલાં વિકાસકામોનું નિરીક્ષણ કરીને અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરને વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અને ગુણવત્તાયુક્ત  કામગીરી કરવા માટે જરૂરી સૂચના આપી હતી. ખાસ કરીને વેસ્ટ ઝોન કચેરી તેમજ વેસ્ટ ઝોન ફાયર સ્ટેશનની મુલાકાત લઈને વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અસરકારક રીતે મળી રહે, નાગરિકોની રજૂઆતોનો સમયસર નિકાલ થાય તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શહેરના વિસ્તરણ અને વધતી જતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર સ્ટેશન જેવી સુવિધાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.  છે. 




Latest News