મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતમાં ૧૭મી એ સરપંચો ચાર્જ લેશે, ઉપસરપંચ માટે ખૈચતાણ 


SHARE

















ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતમાં ૧૭મી એ સરપંચો ચાર્જ લેશે, ઉપસરપંચ માટે ખૈચતાણ 

થોડા સમય પહેલા યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો આગામી ૧૭ જાન્યુઆરીથી હોદો સંભાળશે અને રાબેતા મુજબ હોદ્દાની રૂએ પ્રથમ ઉપસરપંચ માટે ચુનાવ કરી નવી બોડી ગામનો વિકાસ વેગવંતો કરશે.

ટંકારા શહેરની વાત કરી તો અહી ઉપસરપંચ માટે ભારે રસાકસી જોવા મળે છે કુલ અહી ૧૪ બેઠકો માથી સરપંચ તરફી પેનલ ને ૬ સભ્યો ચુટયા છે અને સામા પક્ષે ૭ સભ્યો ત્યારે ૧ અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા બાદ તેને એની તરફ લાવવા માટે ભારે સંઘર્ષ થઈ રહો છે ટંકારા ગ્રામ પંચાયત વૉર્ડ નંબર બેના અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાએ કોઈપણ પેનલમાં જોડાયા વગર કુનેહ પુર્વક,અટપટો સર્જી જીત તો મેળવી છે પરંતુ બે બળિયા જુથ ઉપસરપંચ બનવાના ધમાસાણ યુદ્ધમાં માં એકમાત્ર અપક્ષ ઉમેદવાર નિર્ણાયક હોય ઉપસરપંચનુ સુકાન સંભાળવા બંને પક્ષે થનગનાટ કરી અપક્ષ ઉમેદવારને સમજાવટ નો દોર હવે વેગ પકડી રહ્યો છે.પરંતુ નવાઈની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર એકદમ અડગ રહી મગનું નામ મરી પાડતા ન હોય બન્ને પક્ષે ભારે ખેંચતાણ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ટંકારાની મીટ અપક્ષ ઉમેદવાર પર મંડરાયેલી છે ત્યારે સમય સમયનું કામ કરશે પરંતુ હાલમાં ટંકારાના રાજકારણમાં કડકડતી ઠંડીમાં એકદમ ગરમાવો આવી ગયો છે અને અમારા સુત્રોએ જણાવ્યા મુજબ આગામી સોમવારે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.,




Latest News