વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની કલેક્ટર-ડીડીઓએ મુલાકાત લીધી


SHARE







મોરબીમાં હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની કલેક્ટર-ડીડીઓએ મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લામાં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે. તેમજ હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની આરોગ્ય તપાસ માટે કુલ 8 સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરેલ છે..

આજ રોજ કલેકટર જે. બી. પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા કન્ટેન્ટ મેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી અને કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી તેમની તબિયત વિષે ખબર અંતર પુછી તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કરેલ હતી તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરી ની સમીક્ષા કરવામાં આવેલ હતી વધુમાં હોમ આઈશોલેશન માં રહેલા મોટા ભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલમા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી. માટે અધિકારીઓએ જનતાને કૉવિડ એપ્રોપ્રીએટ બેહેવિયર રાખવા તેમજ વેકશીન ના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરેલ છે.




Latest News