મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન ! મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન ટંકારાના ધ્રુવનગર ગામ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાન અને તેના પિતાને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ


SHARE







































મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ

આર્ય સમાજ ટંકારા દ્વારા બાળકોના બંને વેકેશનમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે.તેના ભાગરૂપે તા.૧૭ નવેમ્બરથી ૨૨ નવેમ્બર દરમ્યાન આર્ય સમાજ ત્રણહાટડી શેરી ટંકારા ખાતે આર્યવીર અને આર્ય વીરાંગનાઓની શિબિરનું આયોજન થયું હતું.જેમાં ૧૪૦ આર્ય વીર-વીરાંગનાઓએ ભાગ લીધો હતો.શિબિરનું સમાપન કાર્ય તા.૨૨ ના રોજ થયું હતુ.જેમાં શિબિરાર્થીઓના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેઓની હાજરી વચ્ચે બાળકો દ્રારા સપ્તાહ દરમિયાન શીખેલા કૌશલ્યોનું પ્રદર્શન એટલે કે સર્વાંગ સુંદર વ્યાયામ, ડંબેલ્સ, લેજિમ, સૂર્ય નમસ્કાર, ભૂમિ નમસ્કાર, કરાટે ના દાવ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.બાદમાં દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે  ટી-શર્ટ  તેમજ દાતાઓ દ્વારા મળેલા ઇનામો અને આર્ય સમાજ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.શિબિર ખુબ જ સારી રીતે સંચાલિત રહી અંતમાં તમામ આર્થિક યોગદાન પ્રદાન કરનાર દાતાઓ, તમામ વાલીગણનો અને શિક્ષકગણનું સન્માન સાથે આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.














Latest News