મોરબીમાં પેટના દુખાવાથી કારણે કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા નવોઢાનું મોત
SHARE









મોરબીમાં પેટના દુખાવાથી કારણે કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા નવોઢાનું મોત
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા પરિવારની નવોઢાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં પેટનો અસહ્ય દુખાવો હોય અને તેને લઈને તેણીએ આપઘાત કર્યો હોવાના પ્રાથમિક અનુમાન સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ શહેરના વીશીપરા વિસ્તારમાં આવેલા કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા મુમતાઝબેન મોહમ્મદભાઈ જેડા નામની ૧૯ વર્ષીય નવોઢાએ તેના ઘેર ગળેફાંસો ખાઇ લેતાં તેણીના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ પ્રાથમીક તપાસ કર્યા બાદ પીએસઆઇ એલ.એન.વાઢીયાએ આગળની તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના પતિએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતુ કે સવારથી જ મુમતાઝબેનને પેટના ભાગે અસહ્ય દુખાવો થતો હોય અને તે અસહ્ય દુખાવાને લઈને તેણીએ સંભવત: અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.પોલીસે મૃતકના પતિએ આપેલી ઉપરોકત કેફિયત ઉપરથી બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.મૃતક મુમતાઝબેન જેડાનો લગ્નગાળો ૧૧ માસનો હતો અને હાલ તેઓને સંતાનમાં કંઈ ન હોવાનું પોલીસ તરફથી જાણવા મળેલ છે.તેમજ મૃતકના પિતા દ્વારા પણ કોઈ જાતની હાલ ફરિયાદ કરવામાં આવી નથી તેમ પીએસઆઇ વાઢીયા દ્વારા જણાવવામાં આવેલ છે.
વૃદ્ધનું મોત
મોરબીના લાલબાગ સેવાસદન નજીક અચાનક બેભાન થઈને ઢળી પડેલા વૃદ્ધને દવાખાને લઈ જવાતા ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના સામાકાંઠે આવેલ લાલબાગ સેવસદમમી પાસે તા.૧૬-૧ ના સવારે નવેક વાગ્યે વજાભાઈ આલાભાઇ કરકટા જાતે રબારી (ઉમર ૬૦) રહે.ધરમપુર તા.જી.મોરબી વાળા અચાનક બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા જેથી તાત્કાલિક તેઓને બેભાન હાલતમાં જ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવતા ત્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને વજાભાઇ રબારીને મૃત જાહેર કર્યા હતા અને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં હાલ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજાએ બનાવના કારણ જાણવા વિશેરા લઇને મોતના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
