બકનળીએ ભારે કરી: અધિકારીઓની બેદરકારીના લીધે મીઠાના અગરમાં નર્મદાનાં પાણી ઘૂસી ગયા !, મોટું નુકશાન
વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
SHARE









વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીગ ખાતે ભાજપ કાર્યાલય આવેલ છે ત્યાં વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમુભાઈ ઠાકરાણી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને કેમ્પમાં સ્થાનિક લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને 65 બોટલ રક્ત એકત્રિત કરીને તે જરૂરીયાત મંદ લોકોને સમયસર મળી રહે અને મહામૂલી જિંદગીને બચાવી શકાય તે માટે થઈને આ રક્તની બોટલોને બ્લડ બેંકમાં આપવામાં આવી હતી અને આ કેમ્પને સફળ બનાવવા માટે યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા મોરબી જિલ્લા ભાજપ મંત્રી ભગીરથસિંહ ઝાલા, હરેશભાઈ મદિસાણીયા તથા કે.બી. ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
