મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સ્કુટરને હડફેટે લઇ નિવૃત એસઆરપીમેનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE

















મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સ્કુટરને હડફેટે લઇ નિવૃત એસઆરપીમેનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર નિવૃત એસઆરપી મેનના સ્કુટરને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ જે બનાવમાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે રોહીદાસપરા નજીક આવેલ ગુજરાત સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત એસઆરપી મેન મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉમર ૬૨) ની મોરબીના ઘૂંટુ રોડ ઉપર દુકાન આવેલ છે.ગત તા.૧૨-૧ ના સવારે અગીયારેક વાગ્યે તેઓ ઘરેથી તેમનું એકસેસ સ્કુટર લઇને તેમની ઘુંટુ રોડ ઉપર આવેલ દુકાને જવા માટે નિકળયા હતા.તેઓ સ્કુટર લઇને જતા હતા ત્યારે ઘુંટુ રોડ ઉપર ટ્રક નંબર જીજે ૧૧ વીએકસ ૫૩૦૦ ના ચાલકે મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણને હડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મૂળજીભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં ટુંકી સારવાર બાદ મૂળજીભાઈનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે મૃતકના પુત્ર દિપક મૂળજીભાઈ ચૌહાણ (૩૦) રહે.ગુજરાત સોસાયટી રોહીદાસપરા મોરબીએ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ.એન.વાઢીયા અને જશપાલસિંહે અકસ્માત સર્જીને મૂળજીભાઈનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સોમા જેસાભાઇ વાઘેલા (૩૫) રહે. વિજયનગર સોસાયટી ખજુરડા ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદમાં આવેલ માધાપરા વિસ્તારમાં રહેતા ભાવેશ ગોવિંદભાઈ દલવાડી નામના ૨૭ વર્ષીય યુવાનનું બાઇક હળવદના ભીડભંજન મહાદેવ મંદિર પાસે સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નંબર-૧ માં રહેતા સુરેશભાઇ રાયધનભાઈ હુંબલ નામનો ૩૮ વર્ષીય યુવાન બાઈકમાં ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં સ્કાયમોલની પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના રવાપર રેસીડેન્સી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પોપટભાઈ વાસાણી નામના ૬૦ વર્ષીય વૃદ્ધ ઘરેથી નીકળ્યા હતા અને નવા બસ સ્ટેશન પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રીક્ષાના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ વાસાણીને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના નવલખી હાઇવે ઉપર લુંટાવદર ગામ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં પીપળીયા ચોકડી નજીક રહેતા કનુભાઈ પ્રસાદભાઈ નામના ૩૬ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.મોરબીના ઘૂંટુ ગામની સીમ વિસ્તારમાં રહેતો ભરત ઘેલાભાઈ નાયક નામનો ૩૫ વર્ષીય યુવાન બાઇક લઇને ઘુંટુ રોડ ઉપરથી જતો હતો ત્યાં બાઇક સ્લાપ થઇ જતાં ઇજાગ્રસ્ત ભરત નાયકને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળે છે.

મહિલા-યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ પાછળના કન્યા છાત્રાલય રોડ નજીક રહેતા પીયુષ વિરજીભાઇ પટેલ નામના ૩૧ વર્ષીય યુવાને જુના બસ સ્ટેશન નજીક કોઈ અજાણી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો બનાવ અંગે જાણ થતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.જયારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર રહેતા વિજયાબેન લક્ષ્મણભાઈ જાદવ નામના ૩૭ વર્ષીય મહિલાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મોરબીના રંગપર નજીક આવેલ નોટો સિરામીક પાસે રાજેશ ખીમજીભાઇ પરમાર નામના ૨૨ વર્ષીય યુવાને કોઈ અજાણી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ હાથ ધરી છે. તેમજ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રિક્ષાની આડે ઓચિંતી ગાય આડી ઉતરતા સિમ્પોલો સીરામીકમાં રહીને મજૂરીકામ કરતાં શુભમ પવાર નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.




Latest News