મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સ્કુટરને હડફેટે લઇ નિવૃત એસઆરપીમેનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ
મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના ગ્રાહકો-બેંક સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરનારા કર્મચારી પ્રકાશ નકુમની ધરપકડ
SHARE
મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના ગ્રાહકો-બેંક સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરનારા કર્મચારી પ્રકાશ નકુમની ધરપકડ
મોરબી ટુડે દ્વારા ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના કર્મચારીઓ દ્વારા ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ)ની રકમનો ઉપડવામાં આવી હોવાના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા અને બાદમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા ડિસેમ્બર માહિનામાં બેંકના જ એક કર્મચારીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને આ કર્મચારી દ્વારા બેન્કના ગ્રાહકો અન બેન્કની સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી જે ગુનામ પોલીસે હાલમાં મુખ્ય ભેજાબાજ આરોપીની ધરપકડ કરેલ છે
રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કરીને ઓગસ્ટ ૨૦૨૧માં બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેંકના ઓડિટ વિભગા દ્વારા કુલ કેટલા રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે તેની વિગતો મેળવવામાં આવી રહી હતી ત્યાર બાદ હાલમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.૨૩૯ ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ઠગાઇ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે
જેમાં બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરે જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા
આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી લેવામાં આવી હતી અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને ઓળવી જઈ આરોપી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ આરોપીઓએ બેન્ક સાથે ઠગાઇ અને વિશ્વાસધાત કરેલ છે જેથી પોલીસે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરની ફરિયાદ લઈને આરોપીની સામે આઇ.પી.સી.કલમ-૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને બેન્કના સ્ટાફના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલમાં પોલીસે આ ગુનામાં મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ (૨૮) રહે. વાવડીરોડ કારીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે
આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલી જવાહર સોસાયટીમાં રહેતા અમરશીભાઈ પોપટભાઈ નારણીયા નામના ૬૯ વર્ષીય આધેડ સોઓરડી પાસેના નવા સેવા સદન પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતાં અમરશીભાઈને સારવાર માટે સિવિલે લઇ જવાયા હતા.જ્યારે વાહન અકસ્માતના બનાવમાં કુલદીપ મુકેશ અગેચાણીયા (૨૦) રહે.વીસીપરા પ્રજાપત ટાઇલ્સ પાસે વાળાને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના ત્રાજપર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં સુનીલ અવચર બારૈયા નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેમજ બંધુનગર પાસેના સોનમ સિરામિકના લેબર કવાટરમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તાપસભાઈ જવાહરભાઇ ગોપ નામના ૨૨ વર્ષીય મજુર યુવાનને સારવાર માટે લવાયો હતો.
ખાણ ખનીજ વિભાગ
મોરબીના ખાણ-ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર જી.કે.ચંદારાણા દ્વારા ગત રાત્રીના કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબી-માળિયા હાઇવે ઉપર હોટલ ફર્ન પાસેથી ચાઈનાક્લે ભરેલ વાહન નંબર જીજે ૨૧ વી ૪૭૧૦ ને ચાલક રમેશ હિરજી મકવાણા રહે.ભીમકટા તા.જોડીયા જી.જામનગર સાથે પકડ્યું હતું અને નિયમ અનુસાર પરમીટ કે ખનીજ પરિવાહન કરવાનો પરવાનો ન હોય ખનીજ સહીત વાહન જપ્ત કરીને દંડ વસુલવા તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.