મોરબી : શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળિયાને સન્માનીત કરાયા
નીમાબેન આચાર્યને કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં કલેક્ટરના હસ્તે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરાયું ધ્વજવંદન
SHARE
નીમાબેન આચાર્યને કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં કલેક્ટરના હસ્તે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરાયું ધ્વજવંદન
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે તેઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તે આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા જેથી કરીને મોરબી જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને તેઓએ જિલ્લાના બીકસ કામોની વણથંભી યાત્રાની માહિતી અપાઈ હતી
આજે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી મોરબી શહેરની અંદર આવેલા જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી અને ત્યારે ધ્વજવંદનના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય હાજર રહેવાના હતા અને તેઓના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે તેઓને કોરોના પોઝિટિવ આવેલ હોવાથી તે આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા ન હતા જેથી કરીને મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર રહેલા રાજકીય અને સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીઓ અને જવાનો સહિતનાએ તિરંગાને સલામી આપી હતી
ત્યારબાદ જિલ્લાના કલેક્ટર દ્વારા છેલ્લા એક વર્ષમાં મોરબી જીલ્લામાં લોકોની સુખકારી માટે અંર્ગ મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિતના વિભાગો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી અને આગામી સમયમાં લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે સરકારની વિવિધ યોજનાઓને વધુમાં વધુ લોકો સુધી પહોચડવા માટે સરકારી અધિકારીઓએ આ ને કર્મચારી સતત કાર્યરત રહેશે તેવું તેઓએ જણાવ્યુ હતું
મોરબી જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે સારી કામગીરી કરનારા ફોરેસ્ટ વિભાગના અધિકારી અને જુદીજુદી સંસ્થાઓના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કોરોના વોરીયસને ત્રીજો ડોઝ આપવા માટેનું આયોજન પણ સ્થળ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના અંતે મોરબી તાલુકાના વિકાસ કામો માટે સરકાર તરફથી ૨૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેનો ચેક કલેકટરના હસ્તે આરએસી અને પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી પોલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા