મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામે પાસે આવેલ શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની દુકાન નજીકથી બાઇક ચાલક પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં રંગપર ગામે યશપાલસિંહની ઓરડીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રામશ્યામ રામસ્નેહી નિષાદ જાતે કેવટ (ઉમર ૨૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૨૨/૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં તેનો ભાઈ રામુ રામસ્નેહી નિષાદ પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એસ ૫૩૨૫ લઈને રોડ ઉપર આવેલ શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને રામુને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનારા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે






Latest News