મોરબીમાં બાઈક પરથી પડી ગયેલ થેલો નેત્રમની મદદથી મુળ માલીકને પરત
મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા
SHARE
મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા
મોરબી પંથકમાં અપહરણના ગુન્હા શોધવા એસપી અને ડીવાયએસપીએ સુચના આપેલ હતી તે મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કામ કરી રહી હતી અને આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧/૧/૨૦૨૨ ના રોજ નોંધાયો હતો અને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીની દીકરીને જયદીપ ઉર્ફે અજય કિશોરભાઇ પ્રભુભાઇ સનુરા રહે. વીરવીદરકા વાળો તુલસીપાર્ક, શનાળા બાયપાસ રોડ, પાપાજી ફનવર્ડ પાછળ, આનંદ સોસાયટી પાસેથી અપહરણ કરી લઇ ગયેલ હતો જેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોભાઇ પ્રભુભાઇ સનુરા તથા ભોગબનનાર જામનગર હોવાનુ માહીતી મળતા જામનગર ખાતે તપાસ કરાવતા આરોપી તથા ભોગબનનાર મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ જે.એમ.આલ, રણજીતભાઇ બાવડા, જનકભાઇ મારવણીયા, રસીકભાઇ કડીવાર, નંદરામભાઇ શીવરામભાઇ મેસવાણીયા, રમેશભાઇ કાનગડ, હસમુખભાઇ પરમાર, ભરતભાઇ ગોરધનભાઇ તથા મહિલા કોન્સટેબલ પારમીતાબેનએ કરેલ છે