મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ચીફ ઓફિસરનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ચીફ ઓફિસરનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો

મોરબી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલું ટાઉનહોલ ખાતે મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયનના હોદ્દેદારો દ્વારા પાલિકામાંથી બદલી પામેલા ચીફ ઓફિસર અને નવા મૂકવામાં આવેલા ચીફ ઓફિસરનો વિદાય તેમજ આવકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ તકે મોરબી નગરપાલિકામાં વર્ષો સુધી તરીકે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગીરીશભાઇ સરૈયાની બદલી કરવામાં આવેલ છે માટે પાલિકાના પદાધિકારીઓ, સભ્યો તેમજ કર્મચારી દ્વારા વિદાય આપવામાં આવ્યું હતું તેની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા હાલમાં મોરબી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર તરીકે હળવદ નગરપાલિકામાંથી સંદીપ ઝાલાને મુકવામાં આવેલ છે ત્યારે તેમને આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા તેમની સાથોસાથ આ કાર્યક્રમમાં પાલિકાની વિવિધ કમિટીના ચેરમેને દેવાભાઇ અવાડિયા, ભાવિકભાઈ જારીયા, પ્રભુભાઈ ભૂત, હર્ષદભાઈ કણજારીયા, પ્રકાશભાઈ ચબાડ સહિતના હાજર રહ્યા હતા તેમજ મનુભાઈ સરેસા, સુરેશભાઇ સીરોહિયા, જસવંતીબેન સીરોહિયા, મનસુખભાઇ બરસરા, ઇદ્રીશભાઈ જેડા, નલિનભાઈ ભટ્ટ, જિતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના હાજર હતા અને મોરબીથી વિદાય લઈ રહેલા તેમજ અહીંયા નવા મૂકવામાં આવેલા અધિકારીનું તમામે સન્માન કર્યું હતું






Latest News