મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ગૌરવપ્રદ : શિક્ષણ વિદ હિરેન મહેતાને વર્લ્ડ એજ્યુકેશન ફોરમ (દુબઈ) નું આમંત્રણ


SHARE







ગૌરવપ્રદ : શિક્ષણ વિદ હિરેન મહેતાને વર્લ્ડ એજ્યુકેશન ફોરમ (દુબઈ) નું આમંત્રણ

ગુજરાતનું ગૌરવ અને જાણીતા શિક્ષણવિદ હિરેન મહેતા આગામી એપ્રિલ તા.૧૪ અને ૧૫ વર્લ્ડ એજયુકેશન ફોરમ (દુબઇ) ખાતે યોજાવાના છે જેમાં મુખ્ય વિષય ‘સ્કીલ અને ટ્રેઇનીંગ’ શિક્ષણનું શું મહત્વ છે તે વિષય પર વિશ્વ શિક્ષણ વિદ ચર્ચા કરવાનાં છે.

ડો.હિરેન મહેતા ૧૯ વર્ષની ઉંમરથી ગોંડલ આઇ.ટી.આઇ. અને ગુજરાત સરકારનાં રોજગાર કચેરીના તાલીમ કેન્દ્રથી શરૂઆત કરી હતી. નાની ઉંમરે પોતે પધ્ધતિસર વિદ્યાર્થીઓને તાલીમ કેમ આપવી અને ઉદ્યોગ કેમ કરવો આશરે ભારતમાં ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ટ્રેઇનીંગ પ્રોગ્રામ આપેલ છે.ડો. હિરેન મહેતા ૨૨ વર્ષની ઉમરે નેશનલ ટ્રેનરની ડિગ્રી મેળવી ભારત ભરમાં રેકોર્ડ સાઘ્યો હતો. તેમજ બી.બી.એ., એમ.બી.એ., ડિપ્લોમાં ઇન એન્ટરપ્રેન્યોરશીપ ઇ.ડી.આઇ.-અમદાવાદ તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી પી.એચ.ડી(ફાયનાન્સ)ડીગ્રી મેળવી હતી.તાજેતરમાં અમેરીકાની કેલીફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટીમાં સ્ટાર્ટ-અપ માટેની વિદ્યાર્થી ટ્રેનીંગ આપી હતી. ત્યારબાદ અમેરીકન કાઉન્સીલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેમ્બર તરીકે નિમણુંકપામ્યા છે. ડો. હિરેન મહેતા છેલ્લા ૧૦ વર્ષથી શિક્ષણ તેમજ ટ્રેઇનીંગ ક્ષેત્રે એક આગવું નામ ધરાવે છે. ગુજરાતની નામાંકિત શાળા, કોલેજ અને કોર્પોરેટ ઉદ્યોગ જગત માટેતાલીમ અને સ્કીલ ઉપર કામ કરે છે.

હાલમાં કોલેજ દરમિયાન બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મેળવ્યો હતો.અમેરીકન બેસ્ટ ફેકલ્ટીનો એવોર્ડનું પણ બિરુદ મળ્યુ હતું. હાલમાં ૧૫થી વધુ આંતરરાષ્ટ્રીય રીસર્ચ પેપર, ૭થી વધુ જુદા જુદા વિષયની બુક પ્રદાન કરેલ છે.મહિલા સશકિતકરણ અને યુવા ઉદ્યોગપતિના સંશોધન માટે અમેરીકન કાઉન્સીલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક વર્ષ સુધી વિદેશનાં વિદ્યાર્થી તેમજ પ્રોફેસરને સેવા આપશે.ડો. હિરેન મહેતાએ મુંબઇ, હેદ્રાબાદ, ચેન્નઇ, અમદાવાદ, ગાંધીનગર, મદુરાઇ, બેંગ્લોર, જયપુર, દિલ્લી, આગ્રા તેમજ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ વ્યાખ્યાન તેમજ રિસર્ચ માટે માર્ગદર્શન આપેલ છે.






Latest News