વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાંથી બિહારમાં હત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપી પકડાયા


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાંથી બિહારમાં હત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપી પકડાયા

 બિહાર રાજયના ભોજપુર જીલ્લાના અગીયાવ તથા ચરપોખરી પોલીસ સ્ટેશનના ખુન તથા ખુનની કોશિષના ગુન્હાના આરોપીઓને મોરબી તાલુકામાં હોવાની માહિતી સામે આવી હતી અને બિહાર પોલીસ મોરબી આવી હતી જેથી તેની સાથે મોરબી તાલુકા પોલીસે સંકલનમાં રહી આરોપીઓને પકડીને તેને બિહાર પોલીસને હવાલે કરેલ છે.

મોરબી જીલ્લામાં કામ માટે આવતા બહારના રાજયના પરપ્રાંતિય મજુરો ઉપર સતત વોચ રાખવામા આવી રહી છે અને કોઇ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા મજુરોનો ગુન્હાહિત ઇતિહાસ ચકાસી કોઇ ગુન્હાહીત કૃત્ય કરીને મોરબી આવી મજુરી કરતા હોય તેવા મજુરોને પકડી પાડી લગત રાજયના પોલીસ સ્ટેશનમાં જાણ કરી આરોપીને તે રાજયની પોલીસને સોંપી આપવામાં આવે છે ત્યારે મોરબીના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે અને મોરબી તાલુકાનાં પીઆઇ વી.એલ.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ બિહાર રાજયની પોલીસ ભોજપુર જીલ્લાના અગીયાવ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં તથા યરપોખરી પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશના ગુનામાં આરોપીઓને મોબાઇલ લોકેશન આધારે તપાસ માટે મોરબી આવી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને બિહાર પોલીસ સાથે સંકલનમાં રહીને નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પડ્યા હતા અને હાલમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સેલટોસ સિરામીક ખાતેથી આરોપીઓને પકડી પાડી આરોપીઓને બિહાર પોલીસને સોંપી આપેલ છે જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં રાકેશ ઉર્ફે આરજુ વિષ્ણુકાંતસિંહ ઉર્ફે અનિલકુમાર મહંતો (ઉ.૨૨) રહે. રતનાળ, તાલુકો અગીયાવ અને શિવકુમાર ઉર્ફે સી.એમ. સુનિલસીંગ મહંતો (ઉ.૨૦) રહે. રતનાળ, તાલુકો અગીયાવનો સમાવેશ થાય છે.




Latest News