મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાની સંસ્થાપક ટીમ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની હર્ષભેર ઉજવાઇ


SHARE







મોરબીમાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાની સંસ્થાપક ટીમ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની હર્ષભેર ઉજવાઇ

મહાસુદ તેરસના પાવન દિવસે ઉજવાતી શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી માટે મોરબીમાં લુહાર સમાજનાં વિવિઘ મંડળો દ્વારા અલગ-અલગ આયોજનો કરાયા હતા.ત્યારે લુહાર યુવા સમન્વય-સિંહસ્થ સેના (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય સંગઠ્ઠન દળ પાર્ટી) સંસ્થાપક ટીમ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી આ વર્ષે મોરબી શહેર ખાતે ઉજવવામાં આવી હતી.જેમાં તા.૧૪ ના સોમવારે શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે સવારે નવ વાગ્યે વિશ્વકર્મા પ્રભુનાં પુજન બાદ વિશ્વકર્મા ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ સાંજે વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર) ખાતે છ વાગ્યે વિશ્વકર્મા પ્રભુની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્યત્વે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ટીમના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મંત્રી, રાષ્ટ્રીય સેનાધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા સચિવ, રાષ્ટ્રીય યુવા સંગઠ્ઠન મંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ, મોરબી જિલ્લા પ્રભારી મંત્રી, મોરબી જિલ્લા ટીમ સભ્યો, મોરબી તાલુકા ટીમ સભ્યો સાથે મોરબી શહેર ટીમ સભ્યો સાથે શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો તેમજ વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ) નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો ઉપસ્થિત રહિયા હતાં.






Latest News