મોરબીના લાલપર પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધાને બાઈકચાલકે હડફેટે લેતાં સારવારમાં
મોરબીમાં જુદીજુદી ત્રણ રેડમાં ૮ બોટલ સાથે ૩ પકડાયા
SHARE









મોરબીમાં જુદીજુદી ત્રણ રેડમાં ૮ બોટલ સાથે ૩ પકડાયા
મોરબી સ્થાનીક પોલીસે જુદી જુદી ત્રણ રેડ કરીને આઠ બોટલ દારૂ સાથે ત્રણ ઈસમોને પકડી પાડયા હતા.
મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે વાંકાનેર સીટીમાં આવેલ સ્ટેશન રોડ ઉપર તાલુકા શાળા નજીકથી નીકળેલ ઇનાયત અયુબ પીપરવાડીયા જાતે પીંજારા (ઉમર ૨૨) રહે.લક્ષ્મીપરા શેરી નંબર-૨ વાંકાનેર વાળાને અટકાવીને તેની ઝડતી લેતાં તેના કબજામાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતનો દારૂની સાથે હાલમાં ઇનાયત પીપરવાડીયાની ધરપકડ કરીને તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ જીઆઇડીસી શીતળા માતાના મંદિર પાસેથી નીકળેલા રાજેશ રમેશ બાંભણવા જાતે તુરી બારોટ (ઉમર ૨૫) રહે.રફાળેશ્વર મહાદેવ મંદિરની સામે ભરવાડ વાસ રફાળેશ્વર તાલુકો જીલ્લો મોરબી વાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેની ઝડતી લેવામાં આવતા તેના કબ્જામાંથી દારૂની બે બોટલો મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતના દારૂ સાથે રાજેશ બાંભણવાની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીવે તેણે આ બોટલ કોની પાસેથી મેળવી..? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા તથા રાઇટર દ્વારા મોરબીના પીપળી જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ લોર્ડસ ઇન હોટલ પાસેથી નીકળેલા અક્રમ મહેબુબ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે. મકરાણીવાસ મદીના ચોક મોરબી વાળાને અટકાવ્યો હતો અને તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા રૂપિયા ૧૨૦૦ ની કિંમતની ચાર બોટલ સાથે હાલમાં અક્રમ મહેબૂબ શાહમદારની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે તેણે દારૂની આ બોટલો કોની પાસેથી મેળવી..? તે દિશામાં તાલુકા પોલીસ સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.
બાળકી સારવારમાં
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી પૂજાબેન જયંતીભાઈ ચૌહાણ નામની પાંચ વર્ષીય બાળકીને રોહીદાસપરામાં આવેલ રાધાકૃષ્ણ મંદિર નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે ખસેડાઇ હતી.જેની તપાસ દરમિયાન ખૂલ્યુ હતો કે પુજાના માતા-પિતા ઝઘડો કરતા હોય દરમિયાનમાં તેને ધક્કો લાગી જતા ઇજાગ્રસ્ત થયેલ પૂજાને સારવારમાં લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મગનભાઈ નરસીભાઈ સંધાણી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ સાંજના પાંચેક વાગ્યે જતા હતા ત્યારે કોઇ બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત મગનભાઈ સંઘાણીને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે નજરબાગ રોડ ઉપર ફિલ્ટર હાઉસ નજીક આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા વિશાલ રમેશભાઈ મકવાણા નામના ૨૫ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા યોગેશભાઇ અમૃતલાલ ધામેચા નામના ૫૬ વર્ષથી આધેડ ભરતનગર ગામ પાસે હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે ઇજાઓ થતાં ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
