મોરબીમાં યોજાયેલ હસ્તકલા ઉત્સવ મેળામાં રાજ્યના ૨૭ જિલ્લામાંથી ૧૩૫ થી વધુ વેપારીઓએ ભાગ લીધો
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં A Key To Success કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં "A Key To Success" કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીની પી.જી.પટેલ કોલેજમા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા કારકિર્દી માર્ગદર્શન માટેનો વિશેષ સેમિનાર "A Key To Success" નુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આ સેમિનારમા આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા યોગ્ય દીશામાં, સમયબદ્ધ આયોજન, પધ્ધતિસરની મહેનત, કરવાથી ઈરછીત કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે ખુબજ રસપ્રદ છણાવટ કરીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથોસાથ ઇન્ટરવ્યુ સ્કિલ અંગે પણ જરૂરી ટિપ્સ આપી હતી.