મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

ચોરાઉ બાઇક સાથે પકડેલ ત્રણ શખ્સો સામે હવે ચાર બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ !


SHARE







ચોરાઉ બાઇક સાથે પકડેલ ત્રણ શખ્સો સામે હવે ચાર બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ !

મોરબી તાલુકા પોલીસ દ્વારા અગાઉ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા જે ત્રણેય શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે અને આ શખ્સો દ્વારા ચાર બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

સામાન્ય રીતે મોરબી શહેર અને જીલ્લાની અંદર કોઈપણ જગ્યાએ વાહન ચોરીનો બનાવ બને તો બાઈક ચોરીની ફરિયાદ તાત્કાલિક ભોગ બનનાર વ્યક્તિની લેવામાં આવતી નથી જોકે, બાઇક ચોરીમાં કોઈપણ જગ્યાએથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો હોય તો ત્યાર બાદ તાત્કાલિક ભોગ બનેલા લોકોને પોલીસ સ્ટેશને બોલાવી બોલાવીને ફરિયાદ લેવામાં આવતી હોય છે જેથી કરીને જીલ્લાની અંદર ક્રાઇમ રેડ નીચો દેખાય તે પ્રકારની વ્યવસ્થા મોરબી પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે આવી જ રીતે હાલમાં પણ ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ દ્વારા આઠ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ધડોધડ બાઈક ચોરીના ગુના નોંધાઈ રહ્યા છે

આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વધુ બે ચોરીના ગુના નોંધાયા છે જેમાં ચાર બાઇકની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરતભાઇ નરશીભાઈ રાઠોડ જાતે આહીર (૨૭) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેનું બાઇક નંબર જીજે ૩ બીકે ૪૭૩૮ જેની કિંમત ૩૫,૦૦૦ તેમજ સુરેશભાઈ છોટુરામ જયવલિયાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૮૭૪૫ જેની કિંમત રૂપિયા ૬૦૦૦૦ આમ કુલ મળીને બે બાઈકની મુકેશ ધુડાભાઈ ડાભી અને સેલાભાઈ રણછોડભાઈ ચાવડાએ ચોરી કરેલ છે

આવી જ રીતે અશોકકુમાર સાવરમલ શર્મા જાતે બ્રાહ્મણ (ઉ.૩૭) રહે. રાધેશ્યામ પ્લાઝા નવા સાદુળકા વાળાએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે રાધેશ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે તેઓનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૧૪૫૨ જેની કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તથા પિયુષભાઈ દુર્લભજીભાઈ ખાનપરા રહે. મોરબી વાળાનું બાઇક નંબર જીજે ૩ બીજી ૪૨૫૭ જેની કિંમત ૭૦,૦૦૦ આમ બે બાઈકની મુકેશ ધૂડાભાઈ ડાભી અને રમેશભાઈ મેરાભાઈ પરમાર દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ત્રણેય શખ્સોને મોરબી તાલુકા પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડ્યા છે અને ત્યાર બાદ હવે આ શખ્સોની સામે બાઈક ચોરીના ગુના નોંધવામાં આવી રહ્યા છે




Latest News