મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ
SHARE
મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ
મોરબી તાલુકાના ગામ ગોર ખિજડીયા, વનાળીયા, માનસર અને નારણકા ગામ પાસેથી મરછુ નદી પસાર થાય છે અને આ નદીમાંથી રેતીની ચોરી કરવા માટે ખનીજ ચોરોના વાહનો સતત આ રોડ ઉપરથી નીકળતા હોય છે અને ઓવરલોડ માલ ભરીને નીકળતા ભારે વાહનોના લીધે ગામડાના રસ્તા તૂટી જાય છે તેમજ ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને આ ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ શાખા વિભાગના જવાબદાર અધિકારી, કલેકટર તથા એસપીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મચ્છુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવાનો ચારેય ગામના લોકોએ સંકલ્પ કર્યો છે