મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો


SHARE







મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા ઝીકયા હતા અને બે યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એક યુવાને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હાલ મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેગલ જાતે કઠેરીયા (ઉ.૨૨)એ હાલમાં દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે. ત્રણેય-વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૨૧/૦૨ ના સાંજના સવા છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મોરબી બાયપાસ રોડ ઉપર ધરમપરુ ગામના પાટીયા પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં ફરીયાદીને આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ સાથે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખી આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપીએ આવી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો તેમજ આરોપી બીપીન ઉર્ફે બીપીએ સાહેદ ઉદયપ્રકાશને પકડી રાખી આરોપી આનંદશીંગ છરીનો ઘા મારવા જતા ઉદયપ્રકાશ છટકી ભાગવા જતા આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયપ્રકાશને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા મારી ગંભીર ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ત્રણેય શખ્સોની સામે ફરિયડ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News