વાંકાનેરના રાતાવિરડા પાસે દિયાન પેપર મિલમાં લાગેલી આગ ૭૨ કલાકે કાબુમાં, કરોડોનું નુકશાન
મોરબીના મકરાણીવાસમાં થયેલ માર મારીના ગુનામાં બંને પક્ષના મળીને સાત આરોપીની ધરપકડ
SHARE
મોરબીના મકરાણીવાસમાં થયેલ માર મારીના ગુનામાં બંને પક્ષના મળીને સાત આરોપીની ધરપકડ
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રવિવારે મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવ્યા હતા અને બાદમાં મોરબી સિટી પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બંને પક્ષના કુલ મળીને સાત આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબીના મકરાણી વાત વિસ્તારમાં રવિવારે મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી થયેલ હતી જેની સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં જાવેદ યારમહોમ્દ બ્લોચ અને ઈસ્માઈલ હુસેન બ્લૉચની ધરપકડ કરેલ છે જયારે સામા પક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે. બધા મકરાણીવાસ વાળો સમાવેશ થાય છે અને આ ગુનામાં પોલીસે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે