મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે દિયાન પેપર મિલમાં લાગેલી આગ ૭૨ કલાકે કાબુમાં, કરોડોનું નુકશાન


SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે દિયાન પેપર મિલમાં લાગેલી આગ ૭૨ કલાકે કાબુમાં આવી: ૧૦૦ કરોડથી વધુનું નુકશાન

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ દિયાન પેપર મિલમાં શુક્રવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા જો કે, તેની પાસે ફાયરના ટાંચા સાધનો હોવાના લીધે જે જ્ગ્યાએ આગ લાગી હતી તે પેપરમીલની આસપાસ આવેલા તમામ ઑધોગિક એકમોમાંથી પાણીના ટેન્કરો અને આગ ઉપર કાબુ મેળવવા માટે જરૂરી ફાયરના જે કોઈ સાધન હતા તેને લાવીને તેને કામે લગાડવામાં આવ્યા હતા તેમ છતાં પણ આગ ધીમે ધીમે કરતાં વિકરાળ બની હતી અને શુક્રવારે બપોરે લાગેલી આગને કંટ્રોલ કરવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર, ધ્રોલ, ગાંધીધામ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ સહિતના ફાયર સેન્ટર ઉપરથી ફાયર ફાયટર તાત્કાલિક મોરબીની પેપરમીલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો છતાં આગ કાબૂની બહાર હતી અને હાલમાં મળતી માહિતી મુજબ ૭૨ કલાક કરતાં વધુ સમય સુધી સતત આગ પર પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યા બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી છે જોકે આગ લાગવાના કારણે ૨૮ હજાર ટન કરતાં વધુ ઈમ્પોર્ટ કરેલો વેસ્ટ પેપર બળીને ખાખ થઇ ગયો છે તેની સાથોસાથ કારખાના બે શેડ અને અન્ય મશીનરી બળી જવાથી ૧૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન કારખાનેદારને થયેલ છે જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યો નથી




Latest News