મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રવિવારથી ત્રણ દિવસમાં ૧.૩૨ બાળકોને પોલીયોની રસીના ટીપાં અપાશે


SHARE







મોરબી જીલ્લામાં રવિવારથી ત્રણ દિવસમાં ૧.૩૨ બાળકોને પોલીયોની રસીના ટીપાં અપાશે

મોરબી જિલ્લામાં ૧૩૨૪૧૦ બાળકોને પોલીયોની રસી પિવડાવવામાં આવશે મોરબી જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે આ માટે જિલ્લામાં કુલ ૬૧૬ પોલીયો બુથોની રચના કરેલ છે અને આ કામગીરીને પહોચી વળવા માટે ૨૨૪૬ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે

૨૭ ફેબ્રુઆરીએ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ઘર ઘર મુલાકાત કરી ને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે આ માટે મોરબી જિલ્લાના કુલ ૨૧૩૩૩૧ ઘરોની મુલાકાત માટે ૧૧૨૨ ટીમોની રચના કરવામાં આવેલ છે આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૫૧૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૪ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૨૭ ફેબ્રુઆરીના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે બાળકોનાં વાલીઓ દ્વારા સાથ સહકાર આપવા માટે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.વિપુલ કારોલીયાએ અપીલ કરેલ છે




Latest News